Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

રાજ્યમાં પીવાના પાણી માટે નર્મદામાંથી સીપેજ અને ડેડ વોટરની ફાળવણી કરાશે

રાજ્યના 10 હજાર ગામડા અને 167 શહેરોને પાણી આપી શકાશે :નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર :રાજ્યમાં આગામી મહિનાઓમાં પીવાના પાણીની કટોકટી સર્જાવાની ભીતિ વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા ડેડ વોટર ઉપયોગમાં લેવામાં આવશે.

   નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી છે. 31 જુલાઈ સુધી ડેડ વોટર ઉપયોગમાં લઈ શકાશે. જેના દ્વારા 10 હજાર ગામડાઓ અને 167 શહેરોને પાણી અપાશે.
  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાવો કર્યો છે કે ગુજરાતમાં પીવાના પાણીની કોઈ તકલીફ નહીં પડે. રૂપાણીએ ગુજરાતના હિતના આ નિર્ણય માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનોનો પણ આભાર માન્યો છે.

(9:03 pm IST)