Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

કાલે સુરતમાં ધન્યધરા ગુજરાતનો કાર્યક્રમ

ભાવનગર તા.૯: ''ધન્ય ધરા ગુજરાત'' શિર્ષક અંતર્ગત ''સંસ્કારોત્સવ-૨૦૧૮''નું આયોજન કાલે સુરત શહેરના ગાંધીસ્મૃતિ ભવન, ટીમલીયા વાડ, નાનાપુરા સુરત ખાતે બપોરના ૩ થી ૬ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના કલા સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર લબ્ધપ્રતિષ્ઠિત ૧૮ જેટલા કલાકારોનું વિશિષ્ટ સનમતિ કરવામાં આવનાર છે. આ પ્રસંગે ગુજરાત કલા પ્રતિષ્ઠાન દ્વારા પ્રકાશિત ''કલાગ્રંથ ભાગ-૧૮/૧૯'' અને હ' કલાગુરૂ રવિશંકર રાવળ ભાગઃ૧-૨''નું લોકાપણ કરવામાં આવનાર છે. ઉપરાંત ગુજરાતની ભાતીગળ કલાસંસ્કૃતિના રંગારંગ કાર્યક્રમો પણ રજુ કરવામાં આવનાર છે.

રાજયપાલ ઓ.પી.કોહલીના અધ્યક્ષસ્થાને સંસ્કાર ભારતીના રાષ્ટ્રિય કાર્યકારીણી સદસ્ય બાંકેલાલજી ગૌડના મુખ્ય મહેમાન પદે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન મહેન્દ્રભાઇ ત્રિવેદી, પશ્ચિમક્ષેત્ર સંઘ સંચાલક જયંન્તિભાઇ ભાડોશીયા, સુરતના અગ્રણી ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા અને ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ સંતોશભાઇ કામદારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર રાજય સ્તરના કાર્યક્રમનું નિયમન-આયોજન અને સંકલન સંસ્કારભારતીના ગુજ.પ્રાંન્તના હોદેદારો રાજુજી પરમાર, ઓજસ હિરાણી, રમણીકભાઇ માકડીયા, અને જયેન્દ્રસિંહ જાદવ સંભાળી રહ્યા છે.

(11:30 am IST)