Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સુરતના ડિજીજીઆઈની વિવિધ ટીમે ત્રણ અગ્રણી ગણાતા ફરસાણ વિક્રેતાની બ્રાંચ પર આકસ્મિક તપાસ હાથ ધરી

સુરત :ડીજીજીઆઈની વિવિધ ટીમોએ આજે સુરતના ત્રણ અગ્રણી ગણાતા ફરસાણ વિક્રેતાની બ્રાંચો પર આકસ્મિક તપાસ હાથ ધરી હોવાની વિગતો સાંપડી છે.

સુરતના ફરસાણ વિક્રેતાઓમાં અગ્રણી ગણાતા મહાવીરધરતી તથા સ્તુતિ નામે સુરતના વિવિધ વિસ્તારોમાં નમકીન-ફરસાણના વેચાણ સાથે સંકળાયેલી પેઢીઓના ધંધાકીય સ્થળો પર આજે ડીજીજીઆઈની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી છે.સુરત ડીજીજીઆઈને આશંકા છે કે આ ફરસાણના વિક્રેતાઓ દ્વારા 12 ટકાને બદલે 5 ટકા જીએસટી જમા કરવામાં આવે છે.જેથી જીએસટી ચોરીની આશંકાના આધારે ત્રણેય ફરસાણ વિક્રેતાઓની સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલી બ્રાંચ પરથી હિસાબી દસ્તાવેજો કબજે કરીને ડીજીજીઆઈની ટીમે વેરીફિકેશનનની કામગીરી હાથ ધરી છે.

(4:28 pm IST)