Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ખો ખો સંઘની ચુંટણી ૧ નવેમ્બરે

વડોદરા તા.૮ : ગુજરાત રાજય ખો ખો સ઼ઘની ચુંટણી તા.૧-૧૧-ર૦ર૦ના રોજ થવાનો નિર્ણય છે. ભારતીય ખો ખો મહાસંઘ દ્વારા નિયુકત ઇન્ટ્રીમ ૧૭ રજીસ્ટર્ડ જિલ્લાઓના વિગતો ચુંટણી માટે તૈયાર કરી અને આ ચુંટણી માટે નિયુકત કરેલ રિટ્રનીંગ ઓફિસરને આપી છે.

આ ચુંટણી વિધિસર અને સારી રીતે પુરી કરવા માટે ઇન્ટ્રીમ કમિટીએ પટેલ દિલીપકુમાર ઇશ્વરલાલની રિટ્રનીંગ ઓફિસરને નિયુકત કર્યા છે.

૧૭ રજીસ્ટર્ડ જિલ્લાઓ (૧) વડોદરા સીટી, (ર) અમરેલી  (૩) ભાવનગર ગ્રામ્ય (૪) ભાવનગર સીટી (પ) અમદાવાદ સીટી (૬) અમદાવાદ ગ્રામ્ય (૭) સુરત સીટી (૮) ડાંગ (૯) ભરૂચ (૧૦) ખેડા (૧૧) પાટણ (૧ર) વડોદરા ગ્રામ્ય (૧૩) સુરત ગ્રામ્ય (૧૪) ગીર સોમનાથ (૧પ) નર્મદા (૧૬) નવસારી (૧૭) છોટાઉદેપુરનો સમાવેશ થાય છે.

આ સિવાય જે પણ જિલ્લાઓ ખો ખો ના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ છે અને તેમણે તેમનું રજીસ્ટ્રેશન - તેની સંબંધીત કાર્યવાહી ૩૦ સપ્ટેમ્બર, ર૦ર૦ પહેલા રાખી છે તો જિલ્લાઓ ચુંંટણીના સબંધીત બધા જ ડોકયુમેન્ટ તા.૧૦-૧૦-ર૦ર૦ સાંજે ૬ વાગ્યા સુધીમાં  પોતાના જિલ્લાની ઉપલબ્ધીઓની વિગતો પણ આપે.તેના પછી ઇન્ટ્રીમ કમિટી રિટ્રનીંગ ઓફિસર સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી વિચાર કરશે કે કોને ચુંટણીમાં ભાગ લેવા માટે અનુમતિ મળશે. તેમ  દિલીપકુમાર આઇ. પટેલ, મહેશભાઇ મો.૯૯રપ૦ ૪૯૭પ૮ , અને અમર વૈદ્ય મો.૭૩૮૩૦ ૦૭૩પ૩ની સંયુકત યાદીમા જણાવાયું  છે.

(3:03 pm IST)