Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આંજણવાઇ ગામની સગીરાનું અપહરણ થતા પિતા એ ડેડીયાપાડા પોલિસનો સહારો લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સગીર વયની દીકરીઓના લગ્ન ની લાલચે પટાવી અહરણ થવાના કિસ્સા ચિંતાજનક છે છતાં આવી ઘટના વારંવાર પોલીસ ચોપડે નોંધાઈ છે.
  ડેડીયાપાડા તાલુકાના આંજણવાઇ ગામમાં પણ હાલ આવી ઘટના સામે આવી છે જેમાં ગામની એક ૧૭ વર્ષ ૧૦ માસ,૧૭ દિવસની સગીર વયની દીકરી કોઈ અજાણ્યો વ્યક્તિ અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતા એ જ ડેડીયાપાડા પો.સ્ટે.માં આપતા પોલીસે સગીરા ને ભગાડી જનાર અજાણ્યા વ્યક્તિ ની તપાસ હાથ ધરી છે.

(10:42 pm IST)