Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

બાળકોને પુષ્ટિમાર્ગ સાથે જોડવા સંપ્રદાયનુ સાહિત્‍ય હવે ઇંગ્‍લિશમાં

પુષ્ટિ સંપ્રદાયની વૈષ્‍ણવ પરિષદે હવે કળષ્‍ણલીલા સાથે કળષ્‍ણભક્‍તિને વણી લેતી વાર્તાઓ ત્રણ વર્ષથી લઈને ૧૩ વર્ષનાં બાળકો સમજી શકે એવાં ૧૩૨ પુસ્‍તકો અંગ્રેજીમાં તૈયાર કરાવડાવ્‍યાં છે

નવી દિલ્‍હી, તા.૮: બાળકોમાં જો નાનપણથી સંસ્‍કારનું સિંચન કરવામાં આવે તો એની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે. એથી પુષ્ટિ સંપ્રદાયની વૈષ્‍ણવ પરિષદે હવે કળષ્‍ણલીલા સાથે કળષ્‍ણભક્‍તિને વણી લેતી વાર્તાઓ ત્રણ વર્ષથી લઈને ૧૩ વર્ષનાં બાળકો સમજી શકે એવાં ૧૩૨ પુસ્‍તકો અંગ્રેજીમાં તૈયાર કરાવડાવ્‍યાં છે. એટલું જ નહીં, બાળકો સાપસીડી, નવો વેપાર જેવી જે ગેમ રમતાં હોય છે એ ગેમ્‍સ અને પઝલ્‍સ પણ તૈયાર કરાવ્‍યાં છે. એનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે એમ મહારાષ્‍ટ્રના વૈષ્‍ણવ પરિષદના પૂર્વાધ્‍યક્ષ કેતન મહેતાએ જણાવ્‍યું હતું.

આ પુસ્‍તકો તૈયાર કરાવનાર પુષ્ટિ સં-દાયના સુરત કામવનના અનિરુદ્ધલાલજી મહારાજે કહ્યું હતું કે ‘હવેનાં બાળકો વર્નાકયુલર મીડિયમ છોડીને અંગ્રેજીમાં ભણતાં થયાં છે. આપણાં જે ધાર્મિક પુસ્‍તકો હતાં એ પહેલાં તો સંસ્‍કળતમાં હતાં જેમને આપણા પૂર્વજોએ લોકો સારી રીતે સમજી શકે એ માટે ગુજરાતી અને ભારતની અન્‍ય ભાષાઓમાં અનુવાદિત કર્યાં હતાં. આ વર્નાકયુલર ભાષાઓમાં એ લગભગ ૧૫૦ વર્ષ સુધી વંચાતાં રહ્યાં છે. જોકે હવે ટ્રેન્‍ડ બદલાયો છે. હવે બાળકો અંગ્રેજીમાં ભણે છે અને એટલે તેમની થૉટ પ્રોસેસ પણ અંગ્રેજીમાં કરે છે. એથી તેમને આપણા ધર્મની અને સંપ્રદાયની વાતો, કળષ્‍ણ ભગવાનની વાતો સમજાતી લૅન્‍ગ્‍વેજમાં કરાય તો એને એ લોકો સારી રીતે ગ્રહણ કરી શકે એ માટે આ અભિયાન હાથ ધર્યું છે. એમાં નાના બાળકને જે રીતે અક્ષરજ્ઞાન અપાય છે એ રીતે શરૂઆત કરાઈ છે. એ પછી જોડકણાં, વાર્તાઓ અને અન્‍ય રીતે જેમ-જેમ બાળકોની ઉંમર વધતી જાય એમ-એમ એમાં વધારો થતો જાય છે. ૧૩ વર્ષની ઉંમર સુધીનાં બાળકો એ વાંચે એ પ્રમાણે એની રજૂઆત રાખવામાં આવી છે. આનાથી તેઓ ધાર્મિક બાબતો પણ સમજશે અને એ તરફ તેમનો રસ પણ વધશે.'

(4:39 pm IST)