Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજ્‍યનું પાવર સેન્‍ટર અમદાવાદથી રાજકોટથી સુરત શિફ્‌ટ થયુ

અમદાવાદ, તા.૮: દરેક સરકારમાં જુદી જુદી લોબીઓ કામ કરતી હોય છે. વર્તમાન ગુજરાત સરકારનું પાવર સેન્‍ટર સુરતમાં છે. આ પ્રદેશમાંથી ગળહ, શહેરી વિકાસ, નાણા, માર્ગ અને મકાન વગેરે સહિત ઓછામાં ઓછા અડધો ડઝન મંત્રીઓ મહત્‍વપૂર્ણ પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. સુરત અને નવસારીના ઘણા લોકો પાવર કોરિડોરમાં એક મંત્રીની ઓફિસથી બીજા કાર્યાલયમાં જતા જોવા મળે છે. તેઓ ત્‍યાં કામ કરાવવા માટે હોય છે અને તેઓ એટલો દબદબો માણે છે કે તેઓ એપોઈન્‍ટમેન્‍ટ કે રાહ જોયા વગર મંત્રીઓની ઓફિસમાં પ્રવેશી શકે છે. આ લોબીસ્‍ટ ગાંધીનગરમાં ઘર ધરાવે છે અને સપ્તાહના અંતે તેમના વતન જાય છે. અગાઉ વિજય રૂપાણી સીએમ હતા ત્‍યારે રાજકોટ લોબી હતી. તેમના પહેલા આનંદીબેન પટેલના શાસનમાં અમદાવાદ લોબી હતી. એક વરિષ્ઠ અમલદારે હસતાં હસતાં કહ્યું, ‘ઘારી (સુરતની મીઠાઇ) આજકાલ ઘણી લોકપ્રિય છે.

(12:11 pm IST)