Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજપીપળા કસ્બાવાડ અને માછીવાડ વિસ્તારનાં બાળકોમા GBS વાયરસનાં લક્ષણ દેખાતા વાલીઓ ચિંતિત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા શહેરમાં કસબાવાડ અને માછીવાડ વિસ્તારમાં બાળકોમા GBS વાયરસનાં લક્ષણ જણાઈ આવતા વાલીઓમાં ચિંતા ફેલાઇ છે

રાજપીપળા કસ્બાવાડના ત્રણ બાળકો અને માછીવાડ વિસ્તારમાં એક બાળકમાં આ વાયરસ ના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે,આ બાળકો પૈકી બે બાળકો વડોદરા ના ગોત્રી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એક બાળક વાઘોડિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રાજપીપળા અર્બન સેન્ટર દ્વારા કસ્બાવાડ વિસ્તાર મા એક સ્ક્રીનિગ કેમ્પનું આયોજન કરી બાળકોનાં આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી,GBSના વાયરસથી લકવ જેવી અસર જોવા મળે છે અને આ એક ગંભીર પ્રકાર ની બીમારી હોવાનું તપાસ કરનાર તબીબે જણાવ્યું હતું. હાલમાં આ બંને વિસ્તાર માં વાયરસ જોવા મળ્યો છે ત્યારે અન્ય વિસ્તારમાં નાં ફેલાઇ એ માટે તંત્ર દ્વારા સફાઇ અને ફોગિંગ ની કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે.
 આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસર ડો.એ.કે .સુમને જણાવ્યું કે આ વાયરસનાં લક્ષણ બાળકોમા દેખાતા અમે અર્બન ની ટીમ દ્વારા દરેક વિસ્તારોમાં સર્વેની કામગીરી કરાવી છે પરંતુ આ બે વિસ્તાર સિવાય ક્યાંયે આ વાયરસનાં લક્ષણ જણાયા નથી જે બાળકોમા આ વાયરસ જણાયો છે એમના સેમ્પલ લઇ અમે ઉપરની લેબ.માં મોકલી આગળની કાર્યવાહી કરીશું.

 

(10:16 pm IST)