Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજપીપળા ખાડાફળીયામાં આંકડા લખનાર શખ્સને રોકડા રૂ.450 સાથે ઝડપી પાડતી પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાનાં ખાડા ફળિયામાં આંકડા લખતા શખ્સને રાજપીપળા પોલીસે રોકડ રૂપિયા સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે

પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા પોલીસે ચેકીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખાડા ફળિયા ખાતેથી અલ્કેશભાઇ ભીખાભાઇ તડવી( રહે.નવાફળીયા રાજપીપલા) ને જાહેરમાં વરલી મટકાનો આંક ફરકના આકડા લખી લખાવી હાર જીતનો જુગાર રમી રમાડતા આંકડા લખવાના સાહિત્ય તથા અંગ ઝડતીનાં રોકડા રૂપિયા ૪૫૦ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે

 

(10:05 pm IST)