Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સિદ્ધપુરમાં 500થી વધુ પાટીદાર બહેનો અને ભાઈઓ કોંગ્રેસમાં જોડાયા : ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે ખેસ ધારણ કર્યો

તાલુકા મહામંત્રી જમનાબેન પટેલ, સરસ્વતી તાલુકા ભાજપના અગ્રણી લેબાજી ઠાકોર, કિરીટભાઈ બારોટ, બાબુભાઈ સહિતના હોદ્દેદારોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા

સિદ્ધપુરમાં વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસનો ભરતી મેળો યોજાયો હતો. સરસ્વતી તાલુકામાં ભાજપમાં ભંગાણ પડયું હતુ. સરસ્વતી તાલુકાના કાતરા ગામે પાટીદાર સમાજની 500થી વધુ બહેનો અને ભાઈઓએ સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં તાલુકા મહામંત્રી જમનાબેન પટેલ, સરસ્વતી તાલુકા ભાજપના અગ્રણી લેબાજી ઠાકોર, કિરીટભાઈ બારોટ, બાબુભાઈ સહિતના હોદ્દેદારોએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા.

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસબાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. તેને લઈ કોંગ્રેસે કમર કસી છે. આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસમાં બેઠકો થઈ રહી છે. ત્યારે આજરોજ અમરેલી ખાતે રાજસ્થાનના મંત્રી સુખરામ બિશ્નોઈ પ્રવાસે આવ્યા છે. અહીં તેમણે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની સાથે બેઠત યોજી હતી. આ બેઠકમાં વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

(9:47 pm IST)