Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ઊંઝા ઉમિયા મંદિરના કારોબારી સભ્યપદે ૮મી ટર્મમાં મનિષભાઇ ચાંગેલાની વરણી

રાજકોટ, તા.૮: ગુજરાત સહિત સમગ્ર વસતા કડવા પાટીદાર પરિવારો માટે આસ્થાના કેન્દ્ર અને અનેક દાયકાઓથી સમાજ ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રવૃતિ કરતી ઉમિયા માતાજી સંસ્થાન - ઊંઝાના કારોબારી સદસ્ય તરીકે સમાજ ઉત્કર્ષની પ્રવૃતિમાં ત્રણ દાયકાથી સમર્પિત અને રાજકોટ જીલ્લા ભાજપના મહામંત્રી મનિષભાઇ ચાંગેલાની સતત ૮મી ટર્મ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

સંસ્થાના પ્રમુખ મણીભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ પોતાના કાર્યથી સમગ્ર સમાજમાં આદરણીય સ્થાન ધરાવતી સંસ્થાની પ્રવૃતિમાં મનિષભાઇ ચાંગેલાના નિષ્કામ સહયોગ અને આગવા દ્રષ્ટિકોણ સાથેની સક્રિયતાને સર્વાનુમતે સ્વીકારી સંસ્થાના કારોબારી સદસ્ય તરીકે ૮મી ટર્મ માટે વરણી કરવામાં આવતા મનિષભાઇ ચાંગેલાને સમાજ શ્રેષ્ઠીઓ સર્વશ્રી અરવિંદભાઇ કણસાગરા (ફિલ્ડમાર્શલ) સહિતના વડીલોએ અભિનંદન અને આશિષ પાઠવ્યા હતાં.

જાહેરખબરના વ્યવસાય સાથે સંકળાયેલા મનિષભાઇએ સરકારની યોજનાઓનો લાભ સમાજના જરૂરીયાતમંદો સુધી પહોંચાડવાનો એક નવો વિચાર અમલી બનાવ્યો. તેના કારણે આજે વિધવા પેન્શન, મા અમૃતમ કાર્ડ, બિન અનામત આયોગ દ્વારા અપાતી શૈક્ષણિક અને ઔદ્યોગિક સહાય જેવી અનેક સરકારી યોજનાઓ સમાજમાં જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટે સંસ્થા દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમો મૂળસ્વરૂપે શ્રી મનિષભાઇ ચાંગેલાના દ્રષ્ટિકોણને આભારી છે.

વિવિધ પ્રવૃતિના માધ્યમથી સમાજમાં સંગઠન અને સંપનો વ્યાપ વધારવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. તે જ રીતે જાહેર જીવનમાં ભાજપ સાથે સંકળાયેલા મનિષભાઇ (મો.૯૮૨૫૨ ૯૫૧૩૩) એ પક્ષના અનેક ઉત્તરદાયયિત્વને સમદ્રષ્ટા બની નિભાવ્યા છે.

તેમની આઠમી ટર્મ માટેની વરણી માટે ઠેર ઠેરથી તેમને અભિનંદન મળી રહયા છે.

(4:12 pm IST)