Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મહિલા દિનઃ સુરતમાં આકાર પામશે ગુજરાતની પ્રથમ મહિલા ડીમ્ડ યુનિવર્સિટી

૧૦૦ વર્ષ જૂની સંસ્થાને બજેટ સત્રમાં ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળવાની આશા

સુરત, તા. ૮ :. હિરાનગરી અને ખૂબસુરત શહેર સુરત હવે દેશનું ખાસ પસંદગીનું શહેર બનવા જઈ રહ્યુ છે. હવે સુરતમાં ડીમ્ડ મહિલા વિશ્વ વિદ્યાલય બનવા જઈ રહી છે. આ ગુજરાતની પ્રથમ ડીમ્ડ મહિલા વિશ્વ વિદ્યાલય સાથે સાથે ૧૦૦ વર્ષ જૂની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને પણ ડીમ્ડ વિશ્વ વિદ્યાલયનો દરજ્જો આપવા રાજ્ય સરકારે કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં પ્રથમ ડીમ્ડ મહિલા યુનિવર્સિટીની જાહેરાત પણ ચાલુ બજેટ સત્રમાં થઈ જશે. કોરોના બાદ ડીમ્ડ મહિલા યુનિવર્સિટી બહુ મોટી ઉપલબ્ધી હશે. ઉચ્ચ શિક્ષણ વિભાગે મેરીટના આધારે બન્ને શિક્ષણ સંસ્થાઓ પાસેથી અલગ આવેદન સ્વીકાર્યા છે. રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. આગામી શૈક્ષણિક સત્રમાં ડીમ્ડ યુનિવર્સિટી કાર્યરત થઈ જશે.

(3:16 pm IST)