Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગાંધીનગર શહેર નજીક ડભોડા પંથકમાં રેલવે ટ્રેક પર ફરતા 70 જેટલા બકરાના મોત

ગાંધીનગર :  ગાંધીનગર શહેરનજીક આવેલા ડભોડા પંથકના મેદરા ગામ પાસે ગઇકાલે બપોરના સુમારે રેલવે ટ્રેક ઉપર ઘેંટા બકરા ચરી રહ્યા હતાતે સમયે હિંમતનગરથી અમદાવાદ તરફ જઇ રહેલી માલગાડીની અડફેટે બકરાં આવી ગયા હતા અને ૭૦ જેટલા બકરાઓનો મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બકરાઓને નાની મોટી ઇજાઓ પણ થઇ હતી. ઘટનાને પગલે ત્રણ પશુપાલકોના પરિવાર ઉપર આફત આવી ગઈ છે અને રેલવે પોલીસ દ્વારા પણ તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી રેલવે લાઇન ઉપર અવાર નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે વખતે ડભોડા પંથકના મેદરા ગામ પાસે રેલવે લાઇન ઉપર માલગાડીની અડફેટે ટે પશુપાલકોના બકરાં આવી જતાં મોતને ભેટયા હોવાની વિગતો સાંપડી રહી છે. અંગે મળતી વિગતો પ્રમાણે ડભોડા પંથકમાં રહીને પશુપાલનનો વ્યવસાય કરતા ત્રણ પશુપાલકો ગઇકાલે સવારના સમયે તેમના ઘેટા બકરા લઇને ચરાવવા નિકળ્યા હતા. હિંમતનગર અમદાવાદ રેલવે લાઇન ઉપર મેદરા પાસે રેલ્વે ટેક પર બકરા ચરી રહ્યાં હતા તે સમયે હિંમતનગરથી અમદાવાદ તરફ જતી માલ ગાડીની અડફેટે બકરાં આવી જતા પશુપાલકોમાં દોડધામ મચી ગઇ હતી. માલગાડી પસાર થઇ ગયા બાદ અહીં તપાસ કરતા ૭૦ જેટલા બકરાંઓ માતને ભેટયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ર૦થી વધુને નાની મોટી ઇજા થવા પામી હતી ઘટનાને પગલે પશુપાલન કરીને પેટીયુ રળતા પરિવાર માથે આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે કે. અંગે રેલવે પોલીસ દ્વારા તપાસ પણ શરૃ કરવામાં આવી છે. પશુપાલકોની પુછપરછ પણ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે પશુપાલકો સામે કાર્યવાહી કરવાને બદલે રેલવે તંત્ર દ્વારા તેમને વળતર ચૂકવવામાં આવે તે પણ જરૃરી છે.

(7:00 pm IST)