Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કલોલ તાલુકામાં બે યુવાનોએ સગીરાનું અપહરણ કરતા અદાલતે આરોપીને 20 વર્ષની સજાની સુનવણી કરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગામમાં રહેતી ૧૬ વર્ષિય સગીરાનું આઠ વર્ષ અગાઉ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના બે યુવાનોએ અપહરણ કર્યું હતું. જે પૈકી એક આરોપીએ તેણી ઉપર બળાત્કાર પણ ગુજાર્યો હતો. જે સંદર્ભે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ કલોલ કોર્ટે બન્ને આરોપીઓને અપહરણ અને બળાત્કારના ગુનામાં ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને ૨૦ હજાર રૃપિયા દંડ ભરવા માટે પણ હૂકમ કર્યો છે.

અંગે મળતી વિગતો પ્રમાણેકલોલ તાલુકાના ગામમાં રહેતી સગીરા ગત ૨૩ ઓગસ્ટ૨૦૧૫ના રોજ ગામની ભાગોળેથી પસાર થઇ રહી હતી તે દરમ્યા આરોપી દશરથજી ઉર્ફે ગડો રમેશજી ઠાકોર અને ભરતજી સુડાજી ઠાકોર બન્ને રહે. વાલપુરા તા.કાંકરેજબનાસકાંઠાએ છરીની અણીએ સગીરાનું અપહરણ કર્યું હતું અને તેણીને વડગામના ધાણધા ગામે લઇ ગયા હતા. જ્યાં દશરથજી ઠાકોર દ્વારા સગીરા સાથે બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો. જે સદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં પોક્સો અને અપહરણ બળાત્કાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેકલોલ એડી. સેશન જજશ્રી ..નાણાવટીની કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકિલ રાકેશ એલ પટેલે ભોગ બનનાર ફરિયાદી અને તપાસ અધિકારી તથા સાહેદોની જુબાની લીધી હતી. સમાજમાં પ્રકારની ઘટના દિન પ્રતિ દિન વધી રહી છે ત્યારે આરોપીઓને સમાજમાં દાખલો બેસે તે પ્રકારની સજા કરવા માટે દલીલ કરવામાં આવી હતીજેના અનુસંધાને કોર્ટે બળાત્કાર અને અપહરણના ગુનામાં દશરથજી ઠાકોરને ૨૦ વર્ષની સખત કેદ અને ૨૦ હજારનો દંડ તેમજ આરોપી ભરતજી ઠાકોરને ગંભીર ગુનામાં મદદગારી બદલ પણ ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકારવામાં આવ્યો હતો. 

(6:58 pm IST)