Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

બુલેટ ટ્રેન શરૂ થતા અમદાવાદથી મુંબઇ વચ્‍ચેનું 508 કિલોમીટરનું અંતર 2 કલાકમાં કાપી શકાશેઃ 12 સ્‍ટેશને ટ્રેન ઉભી રહેશે

2026માં બુલેટ ટ્રેન શરૂ થઇ જવાની આશાઃ રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

અમદાવાદઃ અમદાવાદ અને મુંબઇ વચ્‍ચેનું 508 કિ.મી.નું અંતર બુલેટ ટ્રેન 2 કલાકમાં પુરૂ કરી દેશે.

નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ જણાવ્યુ કે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનું સાબરમતી સ્ટેશન લગભગ બનીને તૈયાર થઇ ગયુ છે. NHSRCLએ નિર્મણાધીન સ્ટેશનની ફેબ્રુઆરી 2022ની અને અત્યારની તસવીરો શેર કરી છે. આ સ્ટેશન મલ્ટીમૉમ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યુ છે જે ભારતીય રેલ્વે, મેટ્રો અને બસ સેવા સાથે જોડાશે.

NHSRCLએ આણંદ-નડિયાદમાં બની રહેલા બુલેટ ટ્રેનના કામની તસવીરો પણ શેર કરી છે.

અમદાવાદથી મુંબઇ માત્ર 2 કલાકમાં પહોચી શકાશે

અમદાવાદથી મુંબઇનું અંતર 508 કિલોમીટર છે. બુલેટ ટ્રેન શરૂ થતા માત્ર 2 કલાકમાં જ અમદાવાદથી મુંબઇ પહોચી શકાશે. બુલેટ ટ્રેન 320 કિમી/ પ્રતિ કલાકની ઝડપથી દોડશે. અમદાવાદથી મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન 12 સ્ટેશન પર ઉભી રહેશે.

આ 12 સ્ટેશનો પર બુલેટ ટ્રેન ઉભી રહેશે

સાબરમતી, અમદાવાદ, આણંદ/નડિયાદ, વડોદરા, ભરૂચ, સૂરત, બિલિમોરા, બોઇસર, વિરાર, ઠાણે, બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (મુંબઇ)

2026માં બુલેટ ટ્રેન દોડતી થશે

વર્ષ 2015માં મુંબઇથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. બુલેટ ટ્રેન માટે ભારતે જાપાન સાથે સમજૂતિ કરી હતી. સપ્ટેમ્બર 2017માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. રેલ્વે મંત્રી અશ્વિની વેષ્ણવે કહ્યુ કે 2026 સુધી બુલેટ ટ્રેન શરૂ થવાની આશા છે.

(5:11 pm IST)