Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

બોડેલીના અમલપુર ગામે આખરે દીપડો પાંજરે પુરાયો: વન વિભાગ દ્વારા દિલધડક ઓપરેશન

છેલ્લા 10 દિવસમાં આદમખોર દીપડાએ બે બાળકોના શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી.

છોટાઉદેપુરના બોડેલીના અમલપુર ગામેથી દીપડો પાંજરે પૂરાયો છે. વનવિભાગે દિપડાને ઝડપવા દિલધડક ઓપરેશન પાર પાડ્યું હતું. મેડિકલ તપાસ બાદ જ માનવભક્ષી દીપડાની ઓળખ થશે. છેલ્લા 10 દિવસમાં આદમખોર દીપડાએ બે બાળકોના શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી, દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મુલધર, ટીંબી, જબુગામ, ધોરીવાવ સહિતના ગામમાં દીપડાની દહેશતને લઈને સ્થાનિકો ઘર બહાર નીકળવા તૈયાર ન હતા. વાલીઓ બાળકોને શાળાએ મોકલવા તૈયાર ન હતા તો ખેડૂતો પણ પોતાના ખેતરે જતા ડરી રહ્યા હતા. દીપડાના ભયથી શાળામાં બાળકોની સંખ્યા પણ નહિવત જોવા મળી હતી. એવામાં દીપડાની દહેશતનો અંત આવે તે માટે સ્થાનિકોએ વનવિભાગને રજૂઆત કરી હતી.

(12:35 am IST)