Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ફેરકુવાથી ભાદરવા રોડ ઉપર સામ સામે બે બાઇક અથડાતા બે શખ્સોને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ફેરકુવા ગામ નજીક બે મોટરસાઇકલ સામ સામે ભટકાતા બે વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતાં
મળતી માહિતી મુજબ ફેરકુવાથી ભાદરવા જતા માર્ગ ઉપર બે મોટરસાઇકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ઇસ્માઇલભાઇ બચુભાઇ શેખ(રહે.ફેરકુવા તા.તિલકવાડા જી.નર્મદા )નાઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં તિલકવાડા સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમા ઇસ્માઇલ ભાઇને જમણા પગે ફેક્ચર થયુ હોવાથી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પીટલ ખાતે રિફર કર્યા હતા જ્યારે જયકુમાર અતિષભાઇ તડવી રહે.ભાદરવા તા.તિલકવાડા ને કપાળના ભાગે તથા જમણી આંખ પર ઇજા થતા સારવાર હેઠળ હોય પોલીસે આ બાબતે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.

(10:14 pm IST)