Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સ્થળ પર ડાયવર્ઝન અપાયું: વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો

અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સ્થળ પર ડાયવર્ઝન અપાયું: વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો

અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સ્થળ પર ડાયવર્ઝન અપાયું છે. જેમાં પોલીસ કમિશનર જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં ગુજરાત કોલેજ એલિસબ્રીજ, એલડી એન્જીયરીંગ ગુજરાત યુનિવર્સિટી પાસે અને ગવર્નમેન્ટ પોલિટેકનીક કોલેજ આંબાવાડી પાસેના રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે

(9:31 pm IST)