Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

સુરતમાં SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરાશે

 ગાંધી એન્જિનિયરિંગ કૉલેજમાં 10 બેઠકની મતગણતરી થશે: SVNIT કૉલેજમાં 6 બેઠકની મતગણતરી: 2 ગેટથી મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી મતદાન પૂર્ણ થયું છે , આવતીકાલે મતગણતરીને લઈ સુરતનું તંત્ર સજ્જ છે. સુરતમાં SVNIT કૉલેજ અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરાશે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કૉલેજમાં પ્રવેશતી દરેક કારની તપાસ કરીને માહિતી મેળવવામાં આવી રહી છે. ગાંધી એન્જિનિયરિંગ કૉલેજમાં 10 બેઠકની મતગણતરી થશે. જ્યારે SVNIT કૉલેજમાં 6 બેઠકની મતગણતરી થશે. 2 ગેટથી મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે.

(9:11 pm IST)