Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મહેસાણામાં શંકાસ્પદ કારના પ્રવેશ મુદ્દે AAPના કાર્યકરોનો વિરોધ : તપાસમાં પોલીસ કર્મચારીની કાર હોવાનું ખુલ્યું

 મત ગણતરી કેન્દ્ર પર કાળી ફિલ્મવાળી કારના પ્રવેશને લઈ AAPના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો

મહેસાણામાં મત ગણતરી કેન્દ્ર પર શંકાસ્પદ કારની અવરજવર મુદ્દે તપાસમાં પોલીસકર્મીની કાર હોવાનું ખૂલ્યું છે. બંદોબસ્તમાં આવેલા પોલીસ કર્મચારીની કાર હોવાની કલેકટર અને ચૂંટણી અધિકારીની તપાસમાં સામે આવ્યું છે. મત ગણતરી કેન્દ્ર પર કાળી ફિલ્મવાળી કારના પ્રવેશને લઈ AAPના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો. ઉપસ્થિત તમામ ઉમેદવારને સ્ટ્રોંગરૂમની મુલાકાત પણ કરાવી હતી. જયારે કોંગ્રેસના નેતાઓ અને વિજાપુરના કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

(9:05 pm IST)