Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વડોદરા પોલીસ દ્વારા ક્રિકેટ સટ્ટાના આરોપીની તપાસમાં નકલી માર્કશીટનું કૌભાંડનો પર્દાફાશ

કડાયેલ આદિલ ચીન વાલાના મોબાઇલમાંથી પગેરું મળ્યું : અન્ય બે આરોપીની ધરપકડ

 

વડોદરા : ઓનલાઇન ક્રિકેટ સટ્ટા કેસમાં પકડાયેલા આરોપીની વડોદરા સયાજીગંજ પોલીસે વધુ તપાસ કરતા મહારાષ્ટ્ર અને રાજસ્થાનની નકલી માર્કશીટનું ચોંકાવનારૂ કૌભાંડ બહાર આવ્યું છેપોલીસ તપાસ દરમિયાન પકડાયેલ આદિલ ચીન વાલાના મોબાઇલમાંથી મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન, ધો-12 ની માર્કશીટ સર્ટિફિકેટના ફોટા મળી આવ્યા હતા

વડોદરા શહેર પોલીસે સંડોવાયેલા અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરી છે. સાથે બોગસ માર્કશીટ, બોગસ માઈગ્રેશન સર્ટિફિકેટ સહિત ,માર્કશીટ બનાવવા માટે વપરાતા યાંત્રિક સાધનો પણ કબ્જે કર્યા છે. ઘટનામાં આરોપી જીગર ગોગરાએ નકલી માર્કશીટ અને સર્ટીફીકેટ બનાવી આપ્યા હતા

ત્યાર બાદ પોલીસે મહારાષ્ટ્ર બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડને મોકલી ખરાઇ કરી હતી.  જેમાં માર્કશીટમાં, ખોટા સહી-સિક્કા જણાઇ આવ્યા હતા. આમ બનાવટી માર્કશીટો બનાવવાના કેસમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:53 am IST)