Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી ક્યારે શરૂ કરવી ? : 20મી ડિસેમ્બર સુધીમાં લેવાશે નિર્ણંય

નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને અંતિમ નિણર્ય લેવામાં આવશે

ગુજરાત હાઈકોર્ટ દ્વારા શનિવારે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી મુદ્દે 20મી ડિસેમ્બર સુધીમાં નિણર્ય લેવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી 4 જાન્યુઆરી 2021ના રોજ થઈ શકે છે જોકે આ હાલ કામચલાઉ તારીખ આપવામાં આવી છે અને નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દે અંતિમ નિણર્ય લેવામાં આવશે.

દિવાળી વેકેશન બાદ 23મી નવેમ્બરથી ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસસોશિયેશનના તમામ સભ્ય વકીલો અને રજીસ્ટ્રી દ્વારા આપવામાં આવેલા કાર્ડ-ધારક ક્લાર્ક હાઈકોર્ટની કામગીરીના દિવસોમાં સવારે 10.30 થી 5 વાગ્યે સુધીમાં ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં આવેલા એડવોકેટ ચેમ્બરમાં જઈ શકશે. કોરોનાથી બચવા માટે જારી કરાયેલી તમામ ગાઈડલાઈન અને SOPનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. આગામી આદેશ સુધી ગુજરાત હાઈકોર્ટની કેન્ટીનને બંધ રાખવામાં આવશે. 23મી નવેમ્બરથી બાર રૂમ અને બાર લાઈબ્રેરી પણ ખોલવામાં આવશે.

નોંધનીય છે કે 26મી ઓક્ટોબરના દિવસે સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિડીયો કોનફરન્સથી થતી સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ યુ-ટુયુબ પર કરવામાં આવ્યું હતું

(12:43 am IST)