Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભાજપે પ્રચાર કર્યો એમની હાર નિશ્ચિત હોય છેઃ US ચૂંટણી પર રાજીવ સાતવના ભાજપ પર પ્રહાર

ભાજપે ફરીવાર નમસ્તે ટ્રમ્પ જેવું આયોજન ન કરવું જોઇએ

 

અમદાવાદ : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતોના આધારે જો બાઇડેન પોતાની જીતની કગાર પર ઉભા છે અને તેમણે પોતાની જીતનો દાવો કરી દીધો છે. ત્યારે, બીજી તરફ ટ્રમ્પને પણ પોતાની હાર પચી નથી રહી આ વચ્ચે અમેરિકાના ચૂંટણી પરિણામનું રાજકારણ ગુજરાત સુધી પહોંચ્યું છે. ટ્રમ્પની સંભવિત હાર બાદ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ભાજપ પર પ્રહાર કર્યા છે.

રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે છે ત્યારે USAની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ પર તેમણે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હાલના સમયમાં ભાજપની હાલત ખરાબ છે. ભાજપ જેમનો પ્રચાર કર્યો એમની હાર નિશ્ચિત હોય છે. નમસ્તે ટ્રમ્પે ભાજપને બોધપાઠ આપ્યો કે રાજ્યની ચૂંટણી બાદ દેશની ચૂંટણી બાદ વિદેશની ચૂંટણીમાં ન જોડાવુ જોઇએ. ભાજપે ફરીવાર નમસ્તે ટ્રમ્પ જેવું આયોજન ન કરવું જોઇએ.

(12:35 am IST)