Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભરૂચ પાસે અનુભવાયેલ ૪.૩ તીવ્રતાના ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઇ અસર થઈ નથી

(ભરત શાહ દ્વારા) ભરૂચ પાસે તારીખ આજે બપોરે ૩:૩૯ વાગે ૪.૩ રીકટર સ્કેલ તીવ્રતા નો ધરતીકંપ નોંધાયેલ છે. આ ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૫૦ કી.મી. દૂર નોંધાયેલ છે. સરદાર સરોવર ડેમની ડીઝાઇન અને બાંધકામ રીકટર સ્કેલ મેગ્નીટ્યુડ અનુસાર ૬.૫ ની તીવ્રતા માટે અને ધરતીકંપ નું કેંદ્ર સરદાર સરોવર ડેમ થી ૧૨ કી.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે. સ્ટેગ્યુ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવેલ છે. આમ આ ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઇપણ પ્રકારની વિપરીત અસર અનુભવાયેલ નથી. આ બન્ને સ્ટ્રકચર્સ સંપૂર્ણપણે સલામત છે તેમ જાણવા મળ્યું છે.

(10:32 pm IST)