Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

નર્મદા જિલ્લાની કોવીડ હોસ્પીટલમાં મૃત્યુ પામેલાં દર્દીઓના આંકડા છુપાવવા મથી રહેલાં CDMO નર્મદા.?

આઠ-આઠ મહિના વિતવા છતાં કોવીડ હોસ્પીટલમા કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા છુપાવી રાખવા CDMO જ્યોતિ ગુપ્તાના ગલ્લા તલ્લા:મૃત્યુ પામેલા દર્દીઓ ની સંખ્યા બાબતે ડો.જ્યોતિ ગુપ્તા ને પુછતાં પોતે આપી શકે તેમ નથી તેવું જણાવતાં,RTI કરવા છતાં માહિતી આપવામા આડોડાઈ કેમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :એપ્રિલ મહીનાથી નર્મદા જીલ્લા મા ઘુસેલા કોરોના વાયરસને કારણે ફેલાયેલા સંક્રમણે દોઢ હજારની લગોલગ દર્દીઓનો આંકડો પહોંચાડી દીધો છે. વિતેલા છેલ્લાં 7 મહીનાના અરસામાં નર્મદા જીલ્લાની કોવીડ આઈસોલેશન હોસ્પીટલ કે જે આયુર્વેદિક હોસ્પીટલના બિલ્ડીંગમા ચાલી રહી છે ત્યાં સારવાર અર્થે દાખલ થયેલાં દર્દી ઓ પૈકી કેટલા લોકોના મૌત નિપજ્યા અને કોરોના ને કારણે કેટલા લોકોના મૌત નિપજ્યા તે બાબત ના આંકડા નર્મદા જીલ્લાના આરોગ્ય વિભાગ તરફ થી વિધિવત રીતે જાહેર કરવામા આવ્યા નથી.
વારંવાર પત્રકારો દ્વારા કોવીડ થી મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા આરોગ્ય વિભાગના વિવિધ અધિકારીઓ પાસે માંગવામાં આવ્યા પરંતું આરોગ્ય વિભાગના અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર એ આંકડા આપવા થી બચતા રહ્યાં હતાં, જેથી માહીતી અધિકાર 2009 ના નિયમ હેઠળ આ બાબતની સાથે અન્ય બાબતો ને સાંકળતી આર.ટી.આઈ કરી માહિતી માંગવામાં આવી પરંતુ ત્યાર બાદ પણ સીધે-સીધી માંગેલ માહીતી આપવાના બદલે રુબરુ કચેરી મા આવી રેકર્ડ ચેક કરી માહિતી મેળવી જવાનો જવાબ આપવામાં આવ્યો હતો, તે પ્રમાણે કરતાં માહિતી આપનાર ક્લાર્ક પોતાની ફરજ ઉપર ગેરહાજર જણાઈ આવેલ તેમજ CDMO જ્યોતિ ગુપ્તા પણ રજા ઉપર હોવાનુ જાણવા મળેલ,ત્યારબાદ તેઓના મોબાઈલ ઉપર આ બાબતે વાત કરી પૃચ્છા કરતાં જણાવ્યું હતું કે તમો રેકર્ડ ઉપર ની માહિતી જોઈ જેની જરુર હોય તેની નકલ ની માંગણી કરી પૈસા ભરો તો તમને માહિતી મળશે, તેમ કહી પોતે રજા ઉપર હોઈ ને સોમવારે આવવા જણાવ્યું હતું.

આમ નર્મદા જીલ્લા ની કોવીડ હોસ્પીટલ મા સારવાર દરમિયાન નામી અનામી લોકો ના મૃત્યુ થયા છે, કોવીડ હોસ્પીટલમા ઢંગઢડા વગર ની સારવાર તેમજ સાફસફાઈ અને હાઈજીન ની ગંભીર બેદરકારી સહીત હોસ્પીટલમા કુતરા ફરતા વિડીયો વાયરલ થતા સમાચારો અખબારો મા ચમકતાં આરોગ્ય વિભાગ ના એ.સી મા બેસી કારભારો ચલાવતા અધિકારીઓ ને પરસેવો છૂટી ગયો હતો અને તાત્કાલિક વ્યવસ્થા ના સુધાર માટે દોડધામ મચાવી હતી.

(10:31 pm IST)