Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજપીપળા સોનિવાડ વિસ્તારમાં લોકોએ હજારો રૂપિયા આપવા છતાં પાણીના ફાંફા

સોનિવાડ પંચોલી વાડી તરફ ના વિસ્તારોમાં પાલીકા ના કર્મચારીઓ હજારો રૂપિયા લઈ પાણીની લાઈન નાખી ગયા બાદ પણ પાણી નથી મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની મોકણ ઘણા સમય થી જોવા મળતા સોનિવાડ પંચોલી ની વાડી સામેના વિસ્તાર માં રહેતા લોકોએ પાલિકામાં જાણ કરતા અમુક પાલીકા કર્મચારીઓ એ ઘર દીઠ 500 રૂપિયા ઉઘરાવી નવી પાણી ની લાઈનો નાંખી પરંતુ જૂની લાઈન માં જે થોડું ઘણું પાણી આવતું હતું એ પણ નવી લાઈન માં બંધ થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
આમ તો પાણી વેરો વધાર્યા બાદ પાલીકાએ દરેક વિસ્તાર માં પૂરતા પ્રમાણમાં પાણી મળે તેનું ધ્યાન રાખવું જોઈએ છતાં વેરો ભરનાર લોકો પાસેજ નવી લાઈન નાંખવા ઘર દીઠ 500 લેખે હજારો રૂપિયા ઉઘરાવ્યા બાદ પણ પાણી ની સમસ્યા દૂર થઈ ન હોવાથી સ્થાનિકો એ દૂર લાઈનો માં ઉભા રહી પાણી ભરવા જવાની નોબત આવી છે.માટે આવનારી ચૂંટણી માં આ વિસ્તારના લોકો તેનો જવાબ આપશે તેવી પણ બુમો સંભળાઈ હતી.મુખ્ય અધિકારી આ બાબતે યોગ્ય કરે તેવી માંગ ઉઠી છે.

(10:15 pm IST)