Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગભાણા ગામની સીમમાં લાખોની જમીન બીજી પાર્ટીને વેચી મારી છેતરપીંડી કરનાર 14 વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર તાલુકાના ગાભાણા ગામની જમીન બાબતે મફતલાલ ચંદુલાલ ચૌહાણની ફરિયાદ મુજબ તેમણે રજીસ્ટર બાના ખતથી ગભાણા ગામની સીમમાં આવેલ કુલ ૧૨ એકર અને ૮ર ચો.મી જેટલી જમીન જેની કિંમત નક્કી કરી જમીન માલિક સાથે બાનાખત કરી તે પેટે રૂ.ર૦,૫૦,૦૦૦ જમીન માલીકોને આપ્યા તે પડાવી ફરી.એ કરેલ રજીસ્ટર બાનાખત રદ કર્યા વગર ફરી.ને કોઇ જાણ વગર બીજી પાર્ટી સાથે જમીન માલીકો તથા ગણોતીયાઓએ ભેગા મળી ગુના હીત કાવતરૂ રચી રૂ.૧૮,૩૩૦૦૦/- ની ઓછી રકમનો બીજી વ્યક્તિને જમીનનો દસ્તાવેજ કરી આપી ફરી સાથે ઠગાઇ,છેતરપીંડી કરી હોય કેવડિયા પોલીસે આ બાબતે કુલ 14 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 જે  ૧૪ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે તેમાં (૧) દાયમા મલંગભાઇ ભલુભાઇ (ર) દાયમા અમીનાબેન ઇશ્માઇલભાઇ (3) દાયમા મુસ્તાકભાઇ ઇસ્માઇલ ભાઇ દાયમા જાહેદાબાનુ જાકીર ભાઇ બેલીમ (૫)દાયમા મુનીર ભાઇ ઇસ્માઇલભાઇ (૬) ધોરી ઉમરખા દીલાવર ખાન(૭) દાયમા શકીનાબેન નસરુભાઇ (૮) ફાતમાબેન રસુલ ભાઇ દાયમાં(૯)સરફરાજભાઇ રસુલભાઇ દાયમાં (૧૦) જાવીદ ખા રસુલભાઇ દાયમા (૧૧) સલીમભાઇ રસુલભાઇ દાયમા (૧ર)ઇમરાનખાન રસુલભાઇ દાયમા(૧૩) સારીદ ખા રસુલભાઇ દાયમા (૧૪) જશુભાઇ ગોવાળભાઇ તડવી સમયે ગુનો દાખલ થયો છે.

(10:06 pm IST)