Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગરુડેશ્વરના ભુમલીયા ગામના મેઈન રોડ પર મુકેલી 4.50 લાખની હાઇવા ટ્રકની ચોરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : ભુમલિયા ગામમાંથી હાઇવા ટ્રકની ચોરી થતા નુરખાન અબ્દુલ રસીદ ખાન પઠાણએ કેવડિયા પો.સ્ટે.માં ફરિયાદ આપી છે જેમાં જણાવ્યા મુજબ હાઇવા ટ્રક  ફરીના મામા અબ્દલ મનાલ અબ્દુલ રસીદખાન પઠાણ ચલાવતા હતા અને બોડેલી રેતી ભરવા માટે નીકળતા તે વખતે ભુમલીયા મેઇન રોડ પર ટ્રક એર લોક થઇ જતા ડ્રાઇવર ટ્રક મુકી રાજપીપળા કારીગર લેવા માટે ગયા બાદ બીજા દીવસે સવારના ત્યા આવ્યા તો ટ્રક ત્યા જોવા મળેલ નહી જેથી આ ટ્રક જેની કી.રૂ.૪,૫૦,૦૦૦/-ની કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાનું માલુમ પડતા આ બાબતે કેવડિયા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:05 pm IST)