Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સીને પહોંચી વળવા નર્મદા જીલ્લા 108 એમ્બુઅલન્સની ટીમ સજ્જ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : Covid-19 ની મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તેહવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે 108 ઇમર્જન્સી કર્મીઓ દ્વારા નર્મદા જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી છે.તેમજ કોઈ પણ સમયે 24/7  કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બુઅલન્સ નર્મદા ની ટીમે તૈયારીઓ કરી લીધી છે.જે રીતે દર વર્ષે દિવાળી,નવું વર્ષ અને ભાઈ બીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે, તેમાં પોહચી વળવા નર્મદા 108ના કર્મીઓ એ પોતે નોકરી પર હાજર રહી તહેવારોની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારી ઓ સાથે ખડે પગે રહેશે.

 જિલ્લાના બધાજ નાગરિકો પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસથી તહેવારોની મોજ માણી શકે તે માટે 108ના કર્મીઓ ફરજ પર હાજર રહી વિડિઓ કોલ જેવી (વર્ચુલ- ઉજવણી) પધ્ધતિથી પોતાના પરિવાર સાથે ઉજવણી માં સામેલ થશે.108ના કર્મીઓ,પોલીસ તેમજ હોસ્પિટલના કર્મીઓને આ સેવાઓ બદલ સો સો સલામ કે જેઓ મહામારી હોય કે તહેવારો પોતાના ઘરેથી દૂર રહી નાગરિકો માટે ખડે પગે રહે છે.
 દિવાળીના તહેવારો માં ઇમર્જન્સી માં થતા વધારો માટે ની આગાહીઓના આંકડાઓ નીચે મુજબના છે. જેમાં છેલ્લા ચાર વર્ષ ના આંકડા તેમજ ચાલુ વર્ષે દિવાળી ના ત્રણ દિવસ માં કેટલી ઇમર્જન્સી આવી શકે તેની આગાહી આપવામાં આવેલ છે

(10:04 pm IST)