Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પલસાણાના ચલથાણ સુગર ફેકટરીના સ્ટોરરૂમમાં આગ ભભૂકી : અફરાતફરી

લાકડાના ઢગલાઓ ઉપર બગાસ ઉડીને પડતો હોવાથી આગ લાગી હોવાનું તારણ

સુરત : ચલથાણ સુગર ફેકટરીના જુના સ્ટોર રૂમમાં પડેલા ભંગારમાં આજે વહેલી સવારે આગ લાગતા PEPL ફાયરની ટીમે ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

 આ અંગેની વિગત મુજબ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલી સુગર ફેકટરીમાં જૂનો સ્ટોર રુમ હતોત્યાં મુકવામાં આવેલા ભંગાર તેમજ શેડ ઉતારવાની કામગીરી ચાલી રહેલ છે અને હાલ સુગર ફેકટરી ચાલતી હોવાથી અહીં પડેલા લાકડાના ઢગલાઓ ઉપર બગાસ ઉડીને પડતો હોવાથી આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. જે આગ ફેકટરીમાં કામ કરતા કામદારોએ જોતા પ્રથમ તેઓએ આગને કાબુમાં કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ આગ કાબુમાં નહીં આવતા પલસાણા એન્વાયરો પ્રોટેક્ટશનની ફાયરની ટીમને જાણ કરતા તાત્કાલિક PEPL ફાયર ઓફિસર ગવલી અને આસી ફાયર ઓફિસર ભારદ્વાજ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં કરી કુલિંગ પ્રક્રિયા હાથ ધરી હતી.

 આ આગમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહિ અને માત્ર ભંગારમાં પડેલા લાકડા બળી જવા પામ્યા હતા સાવચેતીના ભાગે આવેલી ફાયરની ટીમે કાબુ મેળવતા મોટી દુર્ઘટના થતા અટકી હતી

(7:43 pm IST)