Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગાંધીનગરના ધોળાકુવા નજીક નોનવેજની લારી ચલાવતા યુવાન પર તલવારથી હુમલો થતા ચકચાર

ગાંધીનગર:શહેરના ધોળાકુવા પાસે નોનવેજની લારી  ચલાવતાં યુવાન ઉપર સે-ર૮માં રહેતા બે યુવાનોએ તલવારથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. જે મામલે ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને ફરિયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે તપાસ શરૂ કરી છે. 

ધોળાકુવા ખાતે નોનવેજની લારી ચલાવતાં હૈદર મયુદ્દીન શેખે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ગત મંગળવારે સે-ર૮ પ્રેસ સર્કલ પાસે રહેતા ફુરકાન મુસ્તાકભાઈ દલીગરા અને તેનો ભાઈ તેઝીબ આવ્યા હતા અને રૂપિયાની માંગણી કરી હતી. આ યુવાને બન્ને ભાઈઓ પાસેથી માલ લેવાનું બંધ કરી દીધું હોવા છતાં તેણે રૂપિયા આપવાની ના પાડતાં તેની સાથે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ ગઈકાલે રાત્રીના સમયે આ બન્ને ભાઈઓ ધોળાકુવાની લારી ઉપર આવ્યા હતા અને હૈદર અને તેના કારીગર સાથે બોલાચાલી કરી ફુલકાને તેના હાથમાંની તલવાર હૈદરને મારતાં ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસે બન્ને ભાઈઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. 

(5:02 pm IST)