Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સુરતમાં કંપનીમાં કામ કરતી 23 વર્ષીય યુવતીએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરની નવી સિવિલથી મળેલી વિગત મુજબ કોસંબા ખાતે મોટી નરોલી ખાતે કંપનીમાં પાસે રહેતી 23 વર્ષીય દક્ષા ભાવસિંગ રાઠવા ગઈકાલે રાત્રે ત્યાં કંપનીમાં કામ કરતી હતી ત્યારે તેનો દુપટ્ટો મશીનમાં ફસાઇ જતા ગળામાં ફાંસો લાગી ગયો હતો. 

જેથી તેને સારવાર માટે અંકલેશ્વર બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તે બે ભાઈ અને એક બહેન હતી. તે મૂળ છોટાઉદેપુરના ડુંગરભીડની વતની હતી. તેની માતા ગૃહ કામ કરે છે.

(4:59 pm IST)