Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વડોદરા:કારમાં મધ્યપ્રદેશથી જંબુસર લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં કારમાં ચોરખાનું બનાવી મધ્યપ્રદેશથી જંબુસર લઇ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડી દારૂના જથ્થા તથા કાર સહિત 56740 ની મતા કબજે કરી અન્ય એક શખ્સ ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર વાઘોડિયા પોલીસ મથકના જવાનો ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે હાલોલ તરફથી સફેદ કલરની કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે પાંચ દેવલા ગામના સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી બાતમી મુજબની કારને કોર્ડન કરી હતી.

કારની તપાસ કરતા કારના પાછળ આવેલ ડીકી ના ભાગે સ્પેર વ્હીલ મુકવાની નીચે ચોર ખાનું બનાવી તેમાં સંતાડેલી વિદેશી દારૂની રૂપિયા 26740 ની કિંમત ધરાવતી 68 બોટલો મળી આવી હતી. 

(4:58 pm IST)