Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજમાં ફૂડ વિભાગના દરોડા:શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી

બનાસકાંઠા:જિલ્લામાં આગામી દિવાળીને અનુલક્ષીને મીઠાઇ અને ફરસાણમાં નથી ભેળસેળ અટકાવવા માટે ફુડ વિભાગ દ્વારા ડીસાના કોલ્ડ સ્ટોરેજમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવતા અધિકારીઓએ માવાના સેમ્પલ લઇ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. 

દિવાળી આવતાની સાથે જ ફુડ વિભાગ સક્રિય થઈ જાય છે. અને ઠેર ઠેર ખાદ્ય-સામગ્રીના સેમ્પલ લઇ કામગીરી કરી હોવાનો સંતોષ માને છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા પંદર દિવસથી ફુડ વિભાગની ટીમો ખાદ્ય સામગ્રીઓ બનાવતી અને વેચાણ કરતી ફેકટરીઓ અને દુકાનોમાં તપાસ હાથ ધરી છે. જ્યારે ડીસા પાસે આવેલ એક કોલ્ડ સ્ટોરેજમાં પણ ફુડ વિભાગે દરોડા પાડયા હતા. અહીંથી શંકાસ્પદ માવાનો જથ્થો મળી આવ્યો હતો. ફુડ વિભાગની ટીમે વિવિધ માવાની પ્રોડક્ટના સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. આ કોલેસ્ટ્રોલમાં કુલ છ ટન જેટલો માવાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે ફુડ વિભાગે અત્યારે અલગ-અલગ જથ્થામાંથી સેમ્પલ લીધા છે. અને આ છ ટન શંકાસ્પદ માવાનો જથ્થો અલગ અલગ છ વેપારીઓનો હતો.

(4:57 pm IST)