Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વડોદરાના નીલકંઠ ફાર્મ હાઉસના ગોડાઉનમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં નીલકંઠ ફાર્મહાઉસના ગોડાઉનમાં રૃમ ભાડે રાખી વિદેશી દારૃનો ધંધો કરનાર આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયો છે. અને દારૃની હેરાફેરી સંદર્ભે વધુ પૂછપરછ હાથ ધરી છે.

સ્ટેટ વિજિલન્સની ટીમે ગત સપ્તાહે શહેર નજીકના ભમપુરા ગામના નીલકંઠ ફાર્મમાં ગોડાઉનમાં દરોડો પાડીને વિદેશી દારૃની ૧૬૫૪ બોટલ કિંમત રૃપિયા ૭.૫૦ લાખની જપ્ત કરી હતી. જે તે સમયે પોલીસે ફાર્મના માલિક ચંદુભાઇ કેશવભાઇ પઢિયારની ધરપકડ કરી હતી. જે ગોડાઉનમાંથી દારૃ પકડાયો હતો. તે ગોડાઉન રણજીતસિંહ ભીખુસિંહ ચૌહાણ (રહે. કરોડિયા ગામ) ટાઇલ્સના ધંધા માટે માસિક ત્રણ હજાર રૃપિયાના ભાડે રાખ્યું હતું.

એસ.સી.બી. પોલીસે રણજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન રણજીતે એવું જણાવ્યું હતું કે સમાનો બુટલેગર સંજય રાઠી દારૃ આપી ગયો હતો. જેથી પોલીસ બૂટલેગર સંજયની શોધખોળ હાથ ધરી છે.

(4:55 pm IST)