Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વડોદરામાં પરિણીતાને ત્રાસ આપી મધ્યરાત્રીએ ઘરમાંથી કાઢી મુકનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં પુત્રીનું લગ્નજીવન બચાવવા માટે જમાઇને રીક્ષા લેવા સસરાએ ૨૫ હજાર રૃપિયા આપ્યા હતાં. તેમ છતાંય પરિણિતાને ત્રાસ આપતા સાસરિયા સામે ફરિયાદ નોંધાઇ છે.

આજવા રોડ એકતાનગરમાં રહેતી ઇશરત નામની યુવતીના લગ્ન ભરૃચના મતમપુરા ગામે રહેતા મુનાફ અબ્દુલ અલાઉદ્દીન પઠાણ સાથે થયા હતાં. ઇશરતે પોલીસને જણાવ્યું છે કે, લગ્ન પછી એકવર્ષ સુધી લગ્ન જીવન સારીરીતે રહ્યું હતું. એકવર્ષ દરમિયાન સંતાન નહીં થતા સાસરિયા દ્વારા ત્રાસ ગુજારવાનું શરૃ કરવામાં આવ્યું હતું. રાત્રે બે વાગ્યે મને માર મારીને કાઢી મૂકતા મારા પિતા આવીને મને પિયરમાં લઇ ગયા હતાં. ત્યારબાદ મારા ફોઇ સાસુએ જવાબદારી લેતા મારૃ લગ્નજીવન બચાવવા માટે હું સાસરીમાં પરત ગઇ હતી.

દરમિયાન મારે એક સંતાનનો જન્મ થયો હતો. ત્યારબાદ મારા પતિને રીક્ષા લેવી હોય અને પિયરમાંથી ૨૫ હજાર રૃપિયા લઇ આવવા કહ્યું હતું. મારા પિતાએ રીક્ષા લેવા માટે ૨૫ હજાર રૃપિયા આપ્યા હતાં.

(4:55 pm IST)