Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભરૂચ પાલીકામાં જનતા સભા મુદ્દે કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

ભરૂચ, તા., ૭: શહેરમાં કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. જનતા સભા યોજવા મામલે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સજાર્યુ છે. વિપક્ષે આજે જનતા સભા કરવાની ચીમકી આપી હતી.

કોંગી કાર્યકરો ભરૂચ નપામાં જનતા સભા કરવા માટે પહોંચ્યા હતા. જો કે પોલીસે બંધ દરવાજો ખોલી દેતા કાર્યકરો નગર પાલીકામાં ઘુસી ગયા હતા. જેના લીધે હાલમાં નગર પાલીકા કચેરી પર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.

(3:28 pm IST)