Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મહેસાણા જિલ્લામાં 32 માધ્યમિક શાળાઓને DEOએ નોટિસ ફટકારી

બોર્ડના વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસમાં ગડબડી: 115 વિદ્યાર્થીઓને 16થી 20 સુધીના માર્ક્સ આપતા DEOએ કાર્યવાહી કરી

મહેસાણા જિલ્લામાં 32 માધ્યમિક શાળાઓને DEOએ નોટિસ પાઠવી છે. બોર્ડના વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસમાં ગડબડી કરી હોવાંથી DEOએ નોટિસ પાઠવી છે. નબળા વિદ્યાર્થીઓને વધુ માર્ક્સ આપતા DEO દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 115 વિદ્યાર્થીઓને 16થી 20 સુધીના માર્ક્સ આપતા DEOએ કાર્યવાહી કરી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળોઓને આ મામલે ખુલાસો કરવા નોટિસ પાઠવવામાં આવી છે.

(11:26 am IST)