Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગુજરાતમાં એક વોર્ડ એક બેઠક આધારિત મનપા ચૂંટણી થશે?: સુપ્રીમકોર્ટ 24મીએ કરશે સુનાવણી

સમગ્ર દેશમાં રહેલી મહાનગરપાલિકાઓમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થાય છે. તો ગુજરાતમાં કેમ નહીં ?

 

અમદાવાદ : સમગ્ર દેશમાં રહેલી મહાનગરપાલિકાઓમાં એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થાય છે. જ્યારે માત્ર ગુજરાતની મહાનગરપાલિકાઓમાં જએક વોર્ડમાં ચાર બેઠકો પ્રમાણે ચૂંટણી થતી હોવાની સામે વડોદરા કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર રાવતે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી કે, ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની જેમ એક વોર્ડ એક બેઠક પ્રમાણે ચૂંટણી થવી જરૂરી છે. અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. જેમાં સુપ્રીમ અંતિમ સુનવણી 24 નવેમ્બરે કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 સુપ્રીમ  કોર્ટ આજે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાની 2020ની ચૂંટણીઓમાં એક વોર્ડ એક બેઠકની માંગ સાથે કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવત દ્વારા બે પિટિશનની સુનવાણીમાં ગુજરાત સરકાર દ્વારા નવી પિટિશનમાં જવાબ આપવા માટે આજનો ચુકાદો મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની સામે નરેન્દ્ર રાવતના સિનિયર કાઉન્સિલ કબિલ સિબ્બલે લેખિતમાં વાંધો લઇ અને પત્ર આપ્યો અને દલીલ કરી કે પિટિશન ચૂંટણી માટે મહત્વની પિટિશન જેમાં સીમાંકન સહિત એકથી વધારે મુદ્દાઓ સામેલ છે

જ્યારે જૂની 2015ની પિટિશનની ફક્ત સુનવણી બાકી છે તો અંતિમ સુનવણી કરવા દલીલ કરી હતી. જે બાબતે દલીલ યોગ્ય ગણી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર 24 નવેમ્બર સુધીમાં જવાબ આપે કે ના આપે ફાઇનલ સુનવણી કરવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટે સિબ્બલની દલીલને ધ્યાને રાખી કેસની ગંભીરતાને જોતા બાબતે દિવાળી વેકેશન બાદ બીજા વિકમાં કેસની સુનવણીની તારીખ 24 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. .

(12:48 am IST)