Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજપીપળા રોયલ સનસીટીમાં ચાલતા યોગ કલાસની મુલાકાત લેતા જીલ્લા યુવા વિકાસ અધિકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા યુવા વિકાસ અધિકારી પી.એ.હાથલીયાએ રોયલ સીટીમાં ચાલતા યોગ ક્લાસની મુલાકાત લીધી હતી
હાથલીયાએ યોગ ટ્રેનર અને યોગા કરનારાઓને જરૂરી માહિતી આપી હતી જેમાં મુખ્યમંત્રી દ્વારા તા. ૦૧/૧૦/ ૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશકત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલોજીના વપરાશ સાથેના અભિગમથી "મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ" અભિયાનની નવતર પહેલ કરી છે. હાલ કોરોનાની મહામારીના સંજોગોમાં ફેસબૂક, વ્હોટસએપ ઈન્સટાગ્રામ તથા વિડીયો ગેઈમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનને હકારાત્મક રીક્રિયાશીલ કરવા રમતગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન “મોબાઈલ ટૂ સ્પોર્ટ્સ"નવી યોજના મંજૂર કરી છે. આ યોજનાને “મોબાઈલ ટૂ સ્પોટ્સ- ફેસબૂક પેજ,યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ,ચિત્ર સ્પર્ધા, ટેલીવિઝન તેમજ સોશિયલ મીડીયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગત ઓડીયો- વિડીયો ક્લીપ રજૂ કરી યુવાનોને રમતગમતની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ટ્રેનર દમયંતી બા સિંધા અને પ્રદીપભાઈ સિંધા દ્વારા લોકોમાં યોગ માટેની જાગૃતિ આવે તેના માટે લોકોને એપ્લિકેશન સમજાવી લોકોનું સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે સારા પ્રયાસો થઈ રહ્યા છે.

(9:03 pm IST)