Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજપીપળા પાસેની વડિયા ગ્રામપંચાયતે નિયમ મુજબ દંડ વસુલવાની શરૂઆત કરતા ફફડાટ સાથે સ્વચ્છતા

પાણીનો બગાડ અને ગંદકી બદલ રૂપિયા 200નો દંડ ફટકારતા અન્યોમાં જાગૃતતા આવશે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાને અડીને આવેલ વડિયા ગ્રામપંચાયતમાં લેવાયેલા નિર્ણય મુજબ ગામમાં કચરો ફેકનાર કે પાણીનો બગાડ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરાશે માટે નિયમ લાગુ કરવાના બે દિવસ માજ  ત્રણ વ્યક્તિઓ પાસે પંચાયતની રસીદ આપી કાયદેસર દંડ વસુલ કરતા હાલ વડિયા ગામમાં સ્વચ્છતા જોવા મળે છે અને સાથે સાથે બહાર પાણીના હોજ પર પાણીનો બગાડ કરતા વેપારીઓ કે વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાતા પાણીનો દુરૂપયોગ બંધ થયેલો જોવા મળી રહ્યો છે. જો આજ પ્રકારે દરેક ગામોની પંચાયતોમાં આવો નિયમ લાગુ કરાઈ તો આવનારા દિવસોમાં દરેક ગામોમાં સ્વચ્છતા જરૂર જોવા મળશે અને પી.એમ.મોદીનું સ્વચ્છતા અભિયાનનું સ્વપ્ન પણ યોગ્ય રીતે પાર પડશે.

(8:45 pm IST)