Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિવાળી નજીક હોવા છતાં રાજપીપળામાં મોટા ભાગની ફટાકડાની દુકાનો બંધ હાલતમાં

લોકડાઉનમાં મંદીનું ગ્રહણ લાગ્યું હોય ઘરાકી પણ ઓછી જોવા મળતા કેટલાક વેપારીઓએ પાલીકા હરાજીમાં દુકાનો લીધી છતાં માલ ભર્યો નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના મુખ્ય ગાર્ડન માં દર વર્ષે દિવાળી પર્વ પહેલા ધમધોકાર ચાલતી ફટાકડાની દુકાનો ચાલુ વર્ષે મંદીના કારણે અડધા ઉપરની બંધ હાલતમાં જણાઈ રહી છે.જાણે લોકડાઉનનું ગ્રહણ લાગ્યું હોય એમ વેપારીઓએ પાલીકા પાસે હરાજીમાં દુકાનો લીધી ખરી પરંતુ હજુ મોટા ભાગની દુકાનો બંધ હાલતમાં જોવા મળે છે.જ્યારે જે ચાર પાંચ દુકાનો ખુલી છે તેમાં પણ ગ્રાહકો જણાતા નથી માટે આ વર્ષે દિવાળીના તહેવારને અઠવાડિયું બાકી હોવા છતાં બજારમાં હજુ ખરીદી માટે કોઈ ખાસ ભીડ જણાતી નથી તેવા સમયે વેપારીઓની હાલત બગડી છે.આગામી અઠવાડિયામાં ગ્રાહકો આવશે તેવી રાહ જોઈ વેપારીઓ આશા સેવી રહ્યા છે.

(8:47 pm IST)