Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અમદાવાદ- ઋષિકેશ, અમદાવાદ-જમ્મુતાવી અને જોધપુર- બેંગલુરુ, એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજનો સિદ્ધપુર રેલવે સ્ટેશન પર થયો પ્રારંભ

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા રણુજ રેલવે સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટિંગ સિસ્ટમ (PRS) શરૂ કરાઈ

પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય કિરીટ  પટેલ દ્વારા મુસાફરોની સુવિધા માટે 07 ઓક્ટોબર 2022 ના રોજ રણુજ રેલ્વે સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટિંગ સિસ્ટમ (PRS) શરૂ કરવામાં આવી હતી. તથા સાંસદ ભરતસિંહજી ડાભી અને સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ટી. ઠાકોર દ્વારા સિદ્ધપુર રેલ્વે સ્ટેશન પર ટ્રેન નં. 16507/16508 જોધપુર-બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ, ટ્રેન નં. 19031/19032 અમદાવાદ-ઋષિકેશ -અમદાવાદ એક્સપ્રેસ અને 19223/19224 અમદાવાદ જમ્મુ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ શરૂ કરવામાં આવ્યું છે.

, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ રહેશે.

  1. 8મી ઓક્ટોબર 2022 થી સિદ્ધપુર સ્ટેશન પર ટ્રેન નંબર 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ ટ્રેનનો આગમન-પ્રસ્થાનનો સમય 11:43-11:45 કલાકનો રહેશે.
  2. સિદ્ધપુર સ્ટેશન પર 7મી ઑક્ટોબર 2022 થી ટ્રેન નંબર 16508 બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનનો આગમન-પ્રસ્થાનનો સમય 07:53-07:55 કલાકનો રહેશે.
  3. ટ્રેન નંબર 19031 અમદાવાદ-યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેનનો 7મી ઑક્ટોબર 2022થી સિદ્ધપુર સ્ટેશન પર આવવા-જવાનો સમય 13:19-13:21 કલાકનો રહેશે.
  4. સિધ્ધપુર સ્ટેશન પર 7મી ઓક્ટોબર 2022થી ટ્રેન નંબર 19032 યોગનગરી ઋષિકેશ-અમદાવાદ એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 12:13-12:15 કલાકનો રહેશે.
  5. સિધ્ધપુર સ્ટેશન પર 7મી ઓક્ટોબર 2022 થી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુતવી એક્સપ્રેસ ટ્રેનનો આગમન-પ્રસ્થાનનો સમય 12:55-12:57 કલાકનો રહેશે.
  6. સિધ્ધપુર સ્ટેશન પર 7મી ઓક્ટોબર 2022થી ટ્રેન નંબર 19224 જમ્મુતવી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો આગમન-પ્રસ્થાનનો સમય 11:00-11:02 કલાકનો રહેશે.
(12:15 am IST)