Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં RSSની પ્રાંત સમન્વય બેઠક : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સીઆર પાટીલ રહેશે ઉપસ્થિત

ક્ષેત્ર કાર્યવાહકન અધ્યક્ષતામાં યોજાનારી આ પ્રાંત સમન્વય બેઠકમાં સંઘ અને તેની સાથે જોડાયેલી ભગીની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી GSC  બેન્ક ખાતે આવતીકાલે 8 ઓકોતબરે  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાત પ્રાંતની સમન્વય બેઠક યોજાશે. ક્ષેત્ર કાર્યવાહકન અધ્યક્ષતામાં યોજાનારી આ પ્રાંત સમન્વય બેઠકમાં સંઘ અને તેની સાથે જોડાયેલી  ભગીની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. બપોરે 1 વાગ્યાથી બેઠકની શરૂઆત થશે, જે સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.

RSSના ગુજરાત પ્રાંતની આ સમન્વય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેશે. વાર્ષિક આયોજન પ્રમાણેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમન્વય બેઠક યોજાશે. સંઘ અને તેની ભગીની સંસ્થાઓની વાર્ષિક કામગીરીનું પ્રેઝન્ટેશન અને આગામી કાર્યક્રમો બાબતે ચર્ચા કરાશે. વિધાનસભા ચૂંટણી પહેલા સંઘની સમન્વય બેઠકમાં ચૂંટણી બાબતે પણ ચર્ચા થઈ શકે છે.

   
(11:30 pm IST)