Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વરસાદ હજુ ગયો નથી :15 ઓક્ટોબર સુધી મેઘરાજાનો રહેશે મુકામ :સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી

-- દિવાળીની તૈયારીમાં વરસાદ ભંગ પાડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી

રાજ્યમાં ચોમાસુ ક્રમશ વિદાય લેવા જઇ રહ્યું છે ત્યારે જતા જતા પણ વરસાદે કેટલીક જગ્યાએ ઘબધબાટી બોલાવી રહ્યો છે. ગઇ કાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે હવામાન વિભાગે વરસાદને લઇને મહત્વની આગાહી કરતા જણાવ્યુ હતુ કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. તેમજ આગામી 15 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છમાં વરસાદની સંભાવના વધારે છે.

હવે દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે દિવાળીની તૈયારીમાં વરસાદ ભંગ પાડી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.

 આગામી 15 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છમાં વરસાદની સંભાવના છે. અને સુરેન્દ્રનગર, ભરુચમાં વરસાદ થઇ શકે છે કે અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશમાં સર્જાયેલા સર્ક્યુલેશને કારણે વરસાદી માહોલ છવાયો છે. ચોમાસાની વિદાયના સમયે બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.

(6:44 pm IST)