Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મધ્યપ્રદેશ અને સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ : ગાંધીનગરમાં ધોધમાર દોઢથી બે ઇંચ

રાજકોટ તા.૭

       મધ્યપ્રદેશ અને સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે જ્યારે ગાંધીનગરમાં આજે બપોરે 2 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે અને ચાર વાગ્યા સુધીમાં દોઢથી બે ઇંચ વરસાદ પડ્યો છે આ ઉપરાંત આણંદમાં પણ જોરદાર વરસાદ વરસ્યો છે તેમ અમદાવાદના પ્રતિનિધિ કેતનભાઇ ખત્રીએ જણાવ્યું છે.

 મધ્યપ્રદેશના આગર જિલ્લાના સુદવાસ તથા સાબરકાંઠા જિલ્લાના તલોદમાં પણ જોરદાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. તેમ અકીલા ફેસબુક લાઈવ ને શ્રોતા ચંદ્રેશભાઇ હિરાણીએ જણાવ્યું છે

(5:00 pm IST)