Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરાના હાથીખાના વિસ્તારમાં ટેમ્પો ચાલક સહીત મજૂરો વચ્ચે મારામારીની ઘટનામાં ગુનો દાખલ

વડોદરા:શહેરના હાથીખાના અનાજબજારમાં ટેમ્પો ચાલક અને મજૂર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ટેમ્પો નહીં આપવા તથા નશો કરવાના આક્ષેપ સાથેની બંને પક્ષની સામ સામી ફરિયાદના આધારે સીટી પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

શહેરના હાથીખાના પટેલ ફળિયામાં રહેતો ઇરફાન શેખ હાથીખાના અનાજ બજારમાં ટેમ્પો ચલાવે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ભાંડવાળા વિસ્તારમાં રહેતા મોઈન નિઝામભાઈએ મારી પાસે ટેમ્પાની માંગણી કરતા હું એ ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ મોઈન તથા તેનો ભાઈ ઉવેશએ ટેમ્પો કેમ આપ્યો નથી તેમ જણાવી લાકડાના ડંડા વડે મને માર માર્યો હતો. તો સામા પક્ષે મોઇનના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, ઈરફાન શેખ નશાની ગોળીઓ તથા સીરપ વડે નશો કરે છે. તેણે મારા દીકરાને નશો કેમ કરતો નથી તેમ જણાવી બેઝ બોલની સ્ટીક વડે હુમલો કર્યો હતો. તેને બચાવવા ઉવેસ વચ્ચે આવતા તેને પણ માર માર્યો છે.

(4:55 pm IST)