Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરાના અમિત નગર સર્કલ નજીક પૅસેન્જર ભરવા બાબતે મારામારીની ઘટનાથી સામસામે ફરિયાદ દાખલ

વડોદરા:શહેરના અમિત નગર સર્કલ પાસે પેસેન્જર ભરવા બાબતે વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે. અમદાવાદના કાર ચાલકે અમિત નગર સર્કલથી પેસેન્જર ભરતા લાકડીઓ સાથે ઘસી આવેલા ટોળાએ પેસેન્જર નહીં ભરવા ગઈ કારચાલકને ઢોર માર માર્યો હતો. ઇજાગ્રત હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

શહેરના અમિત નગર સર્કલ પાસે પેસેન્જર ભરવા બાબતે વહીવટનો ગોરખ ધંધો ચાલતો હોવાનું સૌ કોઈ માને છે. મુખ્ય માર્ગ ઉપર ઇકો અને અર્ટિકા ચાલકો ઉભા રહી ગેરકાયદેસર પેસેન્જર ભરી સરકારી અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ પ્રકારની ઘટના બાદ તંત્ર દેખાડા પૂર્તિ કામગીરી કરે છે. અને ફરી પરિસ્થિતિ યથાવત બને છે. અગાઉ ધોળે દહાડે પેસેન્જર ભરવા મુદ્દે આ સ્થળે તલવાર વડે પણ હુમલા થયા હતા. ત્યારબાદ હવે વધુ એક હુમલા ની ઘટના સામે આવી છે. મણીનગર જવાહર ચોક ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કરતા ધવલ કૌશિક હાડાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું અમિત નગર સર્કલ ખાતે પેસેન્જર ભરવા માટે ઊભો હતો. તે સમયે છોટુ (ભરત) ભરવાડ તેની કારમાંથી લાકડીઓ લઈ મારી પાસે ઘસી આવ્યો હતો. અને તારે પેસેન્જર બેસાડવાના નથી તેમ કહી ગાળો બોલી હતી. આ દરમિયાન દીપક ભરવાડ, ભરત ( લંબુ ) ભરવાડ તથા ચારેક બાઈક ઉપર ડબલ સવારી કેટલાક વ્યક્તિઓ ઘસી આવ્યા હતા. અને લાકડીઓ વડે મને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી છૂટ્યા છે. ઉપરોક્ત ફરિયાદના આધારે હરણી પોલીસે 11 હુમલાખોરા વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:55 pm IST)