Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

પોલીસકર્મીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતી પલસાણાની મહિલા અને તેના પતિની ધરપકડ

જાતિ વિષયક અપમાન કરી છેડતી અને બળાત્કારની ફરિયાદ દાખલ કરવાની ધમકી અપાતા ફરિયાદ

class="ii gt" id=":6j3">
બારડોલી : ઉમરપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા તત્કાલિન પોલીસકર્મીને પલસાણાની મહિલાએ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી જાતિ વિષયક અપમાન કરી છેડતી અને બળાત્કારની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપતા પોલીસકર્મીની પત્નીએ બારડોલી પોલીસમથકમાં મહિલા અને તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે પ્રકરણમાં તપાસકર્તા એસસીએસટી સેલના ડીવાયએસપીએ મહિલા અને તેના પતિની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની બી.કે.પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાનાં નાંદોદરા ગામના નરેશભાઈ વશરામભાઈ કાપડિયા હાલ ડાંગ જિલ્લા પોલીસમાં ફરજ બજાવે છે. ગત જૂન માસમાં નરેશભાઈની પત્ની પાર્વતિબેને આપેલી ફરિયાદ મુજબ તેના પતિ જ્યારે પલસાણા પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે પલસાણાની ગૌરવ ટાઉનશીપ ખાતે રહેતી ગંગાબેન કોનાર્ક શર્મા નામની મહિલા પતિ નરેશ ભાઈને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતી હતી. પરંતુ નરેશભાઈ ગંગાને વશ થયા ન હતા. ગંગાએ આ જ કારણોથી પાર્વતિ અને નરેશ સાથે અનેક વખત ઝઘડો કર્યો હતો.
દરમ્યાન નરેશનું ઉમરપાડા બદલી થતાં તેઓ પરિવાર સાથે બારડોલીની બી.કે. પાર્ક સોસાયટી ખાતે રહેવા આવી ગયા હતા. ગત 7મી મે 2021ના રોજ પાર્વતિ તેના પતિ નરેશ સાથે પલસાણાથી દીકરાનું પરિણામ લઈ ઘરે પરત ફરી રહી હતી ત્યારે બી.કે.પાર્ક સોસાયટીના ગેટ પાસે જ ગંગા આવી પહોંચી હતી અને તેમની બાઇક રોકી નરેશ તેમજ તેની પત્ની સાથે ગાળાગાળી કરી જાતિ વિષયક અપમાન કર્યું હતું. કોનાર્ક શર્મા પણ ત્યાં આવી ગયો હતો અને ધમકી આપી બંને જણા નાસી છૂટ્યા હતા.
બીજા દિવસે 28મી મે 2021ના રોજ સાંજે પણ ગંગા અને તેનો પતિ નરેશના ઘરે પહોંચ્યા હતા. નરેશ અને પાર્વતિ બજાર ગયા હોય ઘરે તેમના બંને દીકરા હાજર હતા. જે પૈકી એકે ફોન કરી હકીકત જણાવતા પાર્વતિ પોલીસને લઈને ઘરે પહોંચી હતી અને પોલીસ ગંગા અને તેના પતિને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. જ્યાં સમાધાનના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા.
સમગ્ર ઘટના અંગે નરેશની પત્ની પાર્વતિબેને બારડોલી પોલીસ મથકમાં ગંગા કોનાર્ક શર્મા અને પતિ કોનાર્ક શર્મા વિરુદ્ધ અનુસુચિત જાતિ જનજાતિ એક્ટ હેઠળ ફરિયાદ કરતાં કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા કરી રહ્યા છે. પોલીસે પાર્વતિ અને કોનાર્કની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ પાર્વતિએ પોલીસકર્મી નરેશ વિરુદ્ધ પણ પલસાણા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે એફઆઇઆર રદ્દ કરવા માટે નરેશે હાઇકોર્ટમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે.
 
 
(1:20 am IST)