Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજપીપળામાં દશામાતા ના વ્રત ની ઉજવણીમાં આ વર્ષે મોંઘવારીનું ગ્રહણ, પ્રતિમા ખરીદવા ભીડ પરંતુ ખરીદનાર ઓછા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં રવિવારથી શરૂ થતાં  દશામાંના વ્રતની ઉજવણીની ખરીદી માટે રાજપીપળ માં દશામાની પ્રતિમા ખરીદવા ગ્રાહકો ની ભીડ જોવા મળે છે પરંતુ આ વર્ષે દશા માતાની મૂર્તિઓ ના ભાવ માં ખાસ વધારો થયો ન હોવા છતાં કોરોનાના સમયમાં મંદીમાંથી પસાર થયેલા ભક્તોએ આ વર્ષે આ ઉજવણી બાબતે બ્રેક મારી હોય એમ બજારોમાં પ્રતિમા ખરીદવા લોકોની ભારે ભીડ જોવા મળે છે પરંતુ જૂજ ભક્તો જ ખરીદી કરતાં જોવા મળે છે ત્યારે તેનું કારણ કોરોના કાળની મંદી અને મોંઘવારી હોવાનું વેપારીઓ અને ભક્તો દ્વારા જાણવા મળ્યું છે.
નર્મદા જિલ્લો આદિવાસી જિલ્લો હોવાના કારણે દશામાતા વ્રત નું ભારે મહત્વ હોવાથી આ વર્ષે જેટલા ભક્તો આ ઉજવણી કરશે તેઓ દસ દિવસ માતાજીની સ્થાપના બાદ વાજતે ગાજતે માતાજીનું રાત્રે જાગરણ કરી અગિયારમા દિવસે સૂર્યોદય પેહલા વહેલી સવારે કરજણ નદીમાં શ્રદ્ધા પૂર્વક વિસર્જન કરશે

(12:13 am IST)